શરૂઆતના વેપારમાં ઘટાડા પછી, ભારતીય શેરબજારે શુક્રવારના વેપાર સત્રના અંતે મજબૂત રિકવરી નોંધાવી. દિવસના નીચા સ્તરમાંથી સ્વસ્થ થતાં, બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, મજબૂત વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા. સત્રના અંતે, સેન્સેક્સ ૪૦૦ થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયો, જ્યારે નિફ્ટી ૨૩,૧૦૦ ને પાર કરવામાં સફળ રહ્યો. આ પ્રભાવશાળી બજાર પુનરાગમન આઇટી, મેટલ અને જાહેર ક્ષેત્ર બેંક શેરોના કારણે થયું.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૪૧૩.૬૬ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા વધીને ૭૪,૭૨૯.૨૭ પર બંધ થયો. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી ૧૪૮.૮૦ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૨૩,૧૪૬.૧૫ પર બંધ થયો. બજારમાં ખરીદીનો માહોલ મજબૂત રહ્યો, જેના કારણે સકારાત્મક એડવાન્સ-ડિકાઈન રેશિયો જાવા મળ્યો. સત્રના અંત સુધીમાં, ૨,૨૨૧ શેર વધ્યા, જ્યારે ૧,૭૯૧ લાલ રંગમાં બંધ થયા, અને ૧૮૫ યથાવત રહ્યા. જાકે, વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ૦.૧૨% ઘટ્યો હતો, અને સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ ફ્લેટ બંધ થયો હતો.
આજના ટ્રેડિંગમાં, એફએમસીજી, ઓઇલ અને ગેસ અને ફાર્મા સેક્ટર સિવાય લગભગ તમામ મુખ્ય સેક્ટરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી આઇટીએ આજે બજારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જે ૩.૮૭% નો જંગી વધારો કરીને ૩૧,૯૦૯.૭૫ પર પહોંચ્યું હતું. વધુમાં, નિફ્ટી સર્વિસીસ ૧.૪૫%, નિફ્ટી પીએસયુ બેંક ૦.૭૧%, નિફ્ટી ઇન્ફ્રા ૦.૩૩% અને નિફ્ટી એમએનસી ૦.૦૭% વધ્યા હતા. મેટલ ઇન્ડેક્સમાં પણ ૧ થી ૨% નો નોંધપાત્ર વધારો જાવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી એફએમસીજી (-૦.૫૭%), નિફ્ટી રિયલ્ટી (-૦.૪૨%), નિફ્ટી એનર્જી (-૦.૧૭%), નિફ્ટી ફાર્મા (-૦.૧૫%), નિફ્ટી પીએસઈ (-૦.૦૯%), અને નિફ્ટી બેંક (-૦.૦૮%) થોડા સુસ્ત રહ્યા હતા.
આજના સત્રમાં આઇટી જાયન્ટ્સ મુખ્ય ખરીદ બળ રહ્યા. ટેક મહિન્દ્રા (+૮.૪૮%),ટીસીએસ (+૪.૮૯%), ઇન્ફોસિસ (+૪.૬૧%), ભારતી એરટેલ (+૨.૭૫%),એચસીએલ ટેક (+૨.૩૭%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (+૨.૦૭%), બજાજ ફાઇનાન્સ (+૧.૭૫%), હિન્ડાલ્કો (+૧.૫૮%), અને જેએસડબ્લ્યુ સ્ટીલ (+૧.૩૨%) નિફ્ટીમાં સૌથી વધુ વધનારા હતા. બીજી તરફ, ઇન્ટરગ્લોબ એવિએશન (-૧.૯૧%),બીએસઇ લિમિટેડ (-૧.૯૦%), મેક્સ હેલ્થકેર (-૧.૪૦%), ટાટા કન્ઝ્યુમર (-૧.૨૭%), જિયો ફાઇનાÂન્સયલ (-૧.૨૬%),ઓએનજીસી (-૧.૧૮%) અને નેસ્લે ઇÂન્ડયા (-૦.૮૧%) માં વેચાણનું દબાણ જાવા મળ્યું.









































