કોલકાતામાં દુર્ગા પૂજા નિમિત્તે એકઠાં થયેલાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી, જેમાં ૧૯ લોકોનાં દબાઈ જવાથી મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલાઓને પૂ. મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. ગ્વાલિયર દુર્ઘટનામાં શીતળામાના મંદિર બહાર દર્શન કરવા એકઠાં થયેલા લોકો પર એક ટ્રક ફરી વળતાં ૧૩ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા ત્યારે પૂ બાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પણ રૂપિયા પંદર હજાર લેખે ૧,૯૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. ભરુચનાં વાગરા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં બોઈલર ફાટતાં પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ પછી ગાંધીનગરમાં છત્રાલમાં પણ બોઈલર ફાટતાં ૪ કામદારોનાં કરુણ મોત નિપજયા હતા. પૂ બાપુએ તેમનાં પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવી છે.








































