ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવતીકાલે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાશે. વિજયાદશમી મહોત્સવ સમિતિ ટ્રસ્ટ, તાલુકા સમસ્ત હિન્દુ સમાજ અને ભવાની યુવક મંડળ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.આ વર્ષે ૪૫થી ૫૦ ફૂટ ઊંચી રાવણની પ્રતિમા બનાવવામાં આવી છે. ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા વિવિધ ફ્લોટ્સ અને જીવંત પાત્રો સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. ત્યારબાદ સાંજે શિંગોડા નદીના પટમાં આકર્ષક આતશબાજી સાથે રાવણ દહન યોજાશે.આ કાર્યક્રમમાં કોડીનાર સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા તાલુકાની જનતાને શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.






































