કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકએ યુબીટી શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો છે. સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકા ની ન્યાયિક અટકાયત સામે અવાજ ઉઠાવવા બદલ અભિજીત દિપકનો આભાર માન્યો છે. સૌરવ દાસ અને આશુતોષ રંકા ની ધરપકડ બાદ અભિજીત દિપક આક્રમક બન્યા છે અને હવે તેમને શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરેનો ટેકો મળ્યો છે. મંગળવારે દશેરા રેલીમાં ભાજપ પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે બંનેને ધ્વજ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમને ત્રિરંગા સામે દ્વેષ છે.આ પછી, અભિજીત દીપકે ટ્વિટર પર પોસ્ટ કરી અને ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો. દીપકે લખ્યું, “આભાર, ઉદ્ધવ ઠાકરે સાહેબ, આશુ અને સૌરવની ગેરકાયદેસર ધરપકડ સામે અવાજ ઉઠાવવા બદલ.”
સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટમાં, જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની આગેવાની હેઠળની બેન્ચે જંતર-મંતર પર અનધિકૃત વિરોધ અને બોન્ડ શરતોના ઉલ્લંઘન અંગે પ્રશ્નો ઉઠાવ્યા. કોર્ટે દાસ અને રંકાને કહ્યું કે આ મામલો સ્પેશિયલ એક્ઝિક્યુંટિવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી માટે સૂચિબદ્ધ હોવાથી, તેઓએ પહેલા તેના નિર્ણયની રાહ જાવી જાઈએ. હાઈકોર્ટની ટિપ્પણીઓ બાદ, બંને નેતાઓએ તેમની અરજીઓ પાછી ખેંચી લીધી.આશુતોષ રંકા અને સૌરવ દાસે ૨૧ ઓક્ટોબર સુધી તેમની ન્યાયિક કસ્ટડી લંબાવવાના જીઈસ્ કોર્ટના આદેશને પડકાર્યો હતો. આ કેસ ૧૩ ઓક્ટોબરના રોજ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની અટકાયત સાથે સંબંધિત છે.દિલ્હી હાઇકોર્ટે આજે સુનાવણી દરમિયાન સૌરવ દાસ અને આશુતોષ રંકાનો ઠપકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે જા તેમની પાસે પરવાનગી ન હતી તો તેઓ જંતર-મંતર કેમ ગયા હતા. હાઇકોર્ટે આશુતોષ અને સૌરવ દાસનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને પૂછ્યું હતું કે આજે એસઇએમ કોર્ટ સમક્ષ મામલો લિસ્ટેડ થયો ત્યારે તેમને સીધા હાઇકોર્ટમાં કેમ આવવાની જરૂર પડી.









































