ધારી તાલુકાના માધુપુર ગામે રાષ્ટ્રના અખંડિતતાના પ્રતીક અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા ધારી વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે સરદાર સાહેબનું જીવન અને તેમનું યોગદાન આવનારી પેઢીઓને દેશસેવા માટે સદા પ્રેરણા આપતું રહેશે. આ અનાવરણ પ્રસંગે સ્થાનિક વેપારીઓ, રાજકીય કાર્યકરો, સમાજના વડીલો, મહિલાઓ અને આજુબાજુના ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








































