લાઠીમાં યુવકને કપાસમાં છાંટવાની દવાનું ઢાંકણું મોઢેથી ખોલવાનું ભારે પડ્યું હતું. બનાવ અંગે નિખિલભાઈ ભરતભાઈ સરલીયા (ઉં.વ. ૨૫)એ જાહેર કર્યા મુજબ, તેઓ પોતાની વાડીએ હાજર હતા ત્યારે કપાસમાં છાંટવાની દવાનું ઢાંકણું મોઢેથી ખોલતાં બોટલમાંથી થોડીક ઝેરી દવા મોઢામાં જતાં ઊલટી-ઊબકા થવા લાગ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.








































