લીલીયાના સલડી ગામે યુવકને ફરીવાર બોલાચાલી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે દિલીપભાઈ કાંતિભાઈ પરમાર (ઉં.વ. ૩૪)એ નિલેશભાઈ મુકેશભાઈ મકવાણા, ગોપીબેન દિલીપભાઈ પરમાર તથા અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, નિલેશભાઈ મકવાણા તેમના કુટુંબી સાળા થતા હતા. તેમણે પત્ની સાથે બોલાચાલી-ઝઘડો કર્યો હતો, જે અંગે પત્નીએ સાળાને ફોન કરી બનાવની જાણ કરી હતી. જે બાદ આરોપીએ તેમના ઘરમાં અપપ્રવેશ કરી લાકડી વડે મૂઢ માર માર્યો હતો તેમજ ગાળો આપી હતી. ઉપરાંત ‘ફરીવાર બોલાચાલી કરીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાજુભાઈ કથુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.








































