તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની અંડર-૧૪ વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં શિવોહમ્ યોગ ક્લાસના બે વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન મેળવી સિધ્ધિ હાંસલ કરી છે. જેમાં ધ્રુવરાજ ખુમાણે ભાઈઓની કેટેગરીમાં દ્વિતીય નંબર મેળવ્યો હતો, જ્યારે હેત્વી સોલંકીએ બહેનોની કેટેગરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ બાદ બંને વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાની વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બંને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને યોગાભ્યાસના બળે આ સફળતા મેળવી છે. તેમની આ સિધ્ધિથી માતા-પિતા તેમજ યોગ શિક્ષક પિન્ટુભાઈ સંઘાણીનું ગૌરવ વધ્યું છે. બંને વિદ્યાર્થીઓને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.







































