કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી અમલમાં મુકવામાં આવી છે. જેમાં દરેક ખેડૂતને ૧૧ અંકનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આથી
આભાર – નિહારીકા રવિયા અમરેલી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ વહેલી તકે નોંધણી કરાવી લેવી જરૂરી છે. ખેડૂતો ગામના વીસીઈ, વીએલઈ અથવા જનસેવા કેન્દ્રમાં નોંધણી કરાવી શકે છે. ઉપરાંત https://gjfr.agristack.gov.in વેબસાઈટ પરથી મોબાઈલ દ્વારા સ્વયં નોંધણી કરી શકે છે. નોંધણી માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર અને જમીનની વિગતો જરૂરી રહેશે.






































