બાબરામાં તોરણ ખરીદવાના બહાને આવી ૧.૫૦ લાખનો હાથફેરો કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મલીકભાઈ અકબરભાઈ નથવાણી (ઉં.વ. ૪૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દુકાને મંદિરિયાનું તોરણ ખરીદવાના બહાને આવેલો આરોપી રૂ. ૧,૫૦,૦૦૦ ભરેલું પાકીટ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.






































