રાજુલાના હિંડોરણાથી છતડીયા ગામ તરફ જવાના સર્વિસ રોડ પર ટ્રકે રિક્ષાને અડફેટે લીધી હતી. બનાવ અંગે મહુવાના ખેડ ગામે રહેતા કિશોરભાઈ દેવજીભાઈ કવાડ (ઉં.વ.૩૬)એ જીજે-૧૪-ડબલ્યુ-૧૦૫૨ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનાં મમ્મી માલુબેન દેવજીભાઈ કવાડ રિક્ષામાં બેસીને હિંડોરણાથી મહુવા આવવા નીકળ્યાં હતાં. તે દરમિયાન હિંડોરણા ગામથી છતડીયા ગામ તરફ જવાના સર્વિસ રોડ ઉપર ભગવતી હોટેલની આગળથી રિક્ષા જઈ રહી હતી. આ દરમિયાન ટ્રકચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી આવીને રિક્ષાને ડાબી સાઈડમાંથી જોરદાર ટક્કર મારી હતી. જેમાં તેમનાં મમ્મી માલુબેનના ડાબા આખા હાથમાં ઈજા પહોંચી હતી અને ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરિયા વધુ તપાસ કરી રહ્યા છે.







































