અમરેલી ખાતે વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે અમરેલી જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા મહારાષ્ટ્ર વાડી, ગાયત્રી મંદિર પાસે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું આયોજન જયરાજભાઈ ખાચર અને ભગુભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાથીભાઈ ધાધલ, ટીકુભાઈ વરૂ, મજબૂતભાઈ બસીયા, શૈલેષભાઈ ધાધલ, રામકુભાઈ વિંછીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરા મુજબ શસ્ત્ર અને અશ્વ પૂજન કરી સમાજની સંસ્કૃતિ, શૌર્ય અને એકતા જાળવવાનો સંદેશ અપાયો હતો. વનરાજભાઈ વાળાએ યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા અને સમાજના વિકાસમાં યોગદાન આપવા માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગર ખાતે કાઠિયાવાડી ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ અપાયું હતું. જયરાજભાઈ ખાચરે જણાવ્યું હતું કે શિક્ષણ, એકતા અને સંગઠનથી સમાજની પ્રગતિ શક્ય બનશે.