અમેરિકાના ઓરેગોનના બેન્ડમાં એક પ્રાથમિક શાળામાં ૧૬ વર્ષના છોકરાએ ગોળીબાર કર્યો. ગોળીબારમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો માર્યા ગયા. મૃતકોમાં એક શિક્ષક પણ સામેલ હતો. જવાબી ગોળીબારમાં હુમલાખોરનું પણ મોત થયું હતું. બેન્ડ પોલીસ વડા માઈક ક્રાન્ટ્ઝે જણાવ્યું હતું કે ગોળીબારના અહેવાલ મળ્યાના થોડીવારમાં જ પોલીસે શંકાસ્પદ વ્યક્તિને શાળાની અંદર મૃત હાલતમાં શોધી કાઢ્યો હતો.બેન્ડ પોલીસ વડા ક્રાન્ટ્ઝે જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણ બાળકો ૫, ૮ અને ૧૧ વર્ષના હતા. બીજા એક ૭ વર્ષનો બાળક અને ૫૪ વર્ષનો શિક્ષક ઘાયલ થયા હતા અને તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બેન્ડનો રહેવાસી હુમલાખોર શાળાના બંધ દરવાજા પર ગોળીબાર કરીને બળજબરીથી ઘૂસી ગયો હતો. પોલીસ પ્રવક્તા શીલા મિલરે જણાવ્યું હતું કે અધિકારીઓ પહોંચ્યા પછી તરત જ હુમલાખોરને ગોળી વાગી હતી અને તે શાળામાં પડી ગયો હતો.
ક્રાન્ટ્ઝે જણાવ્યું હતું કે ૯૧૧ પર પહેલો ફોન બપોરે ૧ વાગ્યા પહેલા સિલ્વર રેલ પ્રાથમિક શાળાની બહાર કારમાં બેઠેલા એક વ્યÂક્ત દ્વારા આવ્યો હતો, જેણે જાણ કરી હતી કે કોઈએ તેના પર લાંબી બંદૂક ચલાવી છે. પોલીસ કહે છે કે મૃત્યુઆંક વધી શકે છે.
બેન્ડ પોલીસ પ્રવક્તા શીલા મિલરે જણાવ્યું હતું કે અધિકારીઓને ગુરુવારે બપોરે ૧૨ઃ૫૯ વાગ્યે સિલ્વર રેલ પ્રાથમિક શાળામાં ગોળીબારના અહેવાલ મળ્યા હતા. મિલરે જણાવ્યું હતું કે પોલીસ પહોંચ્યા પછી તરત જ હુમલાખોરને ગોળી વાગી હતી અને તે શાળાની અંદર જ પડી ગયો હતો. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેને પોલીસ, રાહદારીઓ દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી કે પોતે જ ગોળી મારી હતી. આ ઘટના બાદ શાળા બંધ કરી દેવામાં આવી હતી.
ઓરેગોન શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, પોર્ટલેન્ડથી ૧૦૦ માઇલ (૧૬૦ કિલોમીટર) દક્ષિણપૂર્વમાં સ્થિત બેન્ડની શાળામાં ગયા વર્ષે ૪૫૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. કિન્ડરગાર્ટનથી પાંચમા ધોરણ સુધીના બાળકો શાળામાં ભણે છે. પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં એક હિન્દુ મંદિર સામેના મોટા હુમલાના કાવતરાને અગાઉ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.










































