દામનગર શહેરમાં શ્રીમતી ઝેડ. એમ. અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલની સામે રોડ સાઈડમાં બનાવેલ ફૂટપાથ ઉપર ગટરની કુંડીનું ઢાંકણું છેલ્લા કેટલાય સમયથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય રહ્યા કરે છે. આ જગ્યાએ તૂટેલા ઢાંકણાંના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે તે જરૂરી છે. શહેરમાં અન્ય જગ્યાએ પણ ગટરની કુંડીઓના ઢાંકણાં તૂટેલા હોય અથવા ઢાંકણાં ન હોય ત્યાં નવા ઢાંકણાં ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.








































