આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરોમાં અસંતોષ હોવાની ચર્ચા શરૂ થઈ છે. અસારવા વિધાનસભાના એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવેલી પોસ્ટમાં પક્ષના મૂળ કાર્યકરોની અવગણના થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પોસ્ટમાં પક્ષમાં અન્ય પક્ષોમાંથી જાડાતા નેતાઓને પ્રાધાન્ય મળતું હોવાનો આક્ષેપ કરીને વર્ષોથી ભાજપ માટે કામ કરતા કાર્યકરોના યોગદાન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.અસારવા વિધાનસભા વિસ્તારના કાર્યકરો સાથે જાડાયેલા વોટ્સએપ ગ્રુપમાં શેર થયેલી આ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. તેમાં ‘વિપક્ષમાંથી આવતા નેતાઓને ગોળ, મૂળ ભાજપના કાર્યકરોને ખોળ’ જેવા શબ્દો દ્વારા પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
પોસ્ટમાં આક્ષેપ છે કે અન્ય પક્ષોમાંથી ભાજપમાં જાડાતા નેતાઓને પદ – સન્માન આપવામાં આવે છે, જ્યારે પક્ષના પાયાના કાર્યકરોને પૂરતું મહત્વ મળતું નથી. જાકે, આ પોસ્ટના આધારે સમગ્ર અસારવા ભાજપ સંગઠનના કાર્યકરોમાં એકસરખો અસંતોષ છે એવું કહી શકાય નહીં.પોસ્ટમાં ભાજપ માટે લાંબા સમયથી કામ કરતા કાર્યકરોના સંઘર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પક્ષના કાર્યક્રમો માટે ઝંડા ઉપાડવાથી લઈને વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા અને ચૂંટણી દરમિયાન પ્રચાર માટે રાત-દિવસ મહેનત કરવા સુધીની કામગીરી કરનારા કાર્યકરોને યોગ્ય માન-સન્માન મળવું જાઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
પોસ્ટમાં એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે પક્ષ માટે મુશ્કેલ સમયમાં સાથ આપનારા અને સંગઠનને મજબૂત બનાવવા માટે મહેનત કરનારા કાર્યકરોને હવે પૂરતું મહ¥વ કેમ મળતું નથી?
વોટ્સએપ પોસ્ટમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાંથી ભાજપમાં જાડાતા નેતાઓને વધુ પ્રાધાન્ય મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં જીતવાની ક્ષમતા ધરાવતા નેતાઓને પક્ષમાં મહત્વપૂર્ણ સ્થાન મળતું હોવાની ફરિયાદ સાથે મૂળ કાર્યકરોની ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.આ પોસ્ટ દ્વારા કાર્યકરોએ પક્ષ પ્રત્યેની વફાદારી, વર્ષોનું યોગદાન અને સંગઠન માટે કરેલી મહેનતને પણ મહ¥વ આપવાની અપેક્ષા વ્યક્ત કરી છે.અસારવા વિધાનસભાના વોટ્સએપ ગ્રુપમાં શેર થયેલી પોસ્ટને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જાકે, પોસ્ટ કોણે મૂકી હતી, તેને કેટલા કાર્યકરોનું સમર્થન છે અને આ મુદ્દે સ્થાનિક ભાજપના આગેવાનોનું શું કહેવું છે, તે અંગેની વિગતો ઉપલબ્ધ નથી.
હાલમાં આ મામલે ભાજપના સ્થાનિક સંગઠન કે સંબંધિત આગેવાનોની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેથી પોસ્ટમાં કરવામાં આવેલા આક્ષેપોને કાર્યકરોના એક વર્ગ દ્વારા વ્યક્ત કરાયેલી નારાજગી તરીકે જાવું યોગ્ય રહેશે.







































