ઈરાકની રાજધાની બગદાદમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓ પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સોમવારે, વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે આ ટિપ્પણીઓ તથ્યોથી પર છે અને અસ્વીકાર્ય છે. આ બેઠક ૧૭-૧૮ ઓક્ટોબરના રોજ યોજાઈ હતી. ભારતે તેમને દુર્ભાવનાપૂર્ણ, પક્ષપાતી અને ખોટી ગણાવી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાને ઓઆઇસીનો ઉપયોગ પોતાના એજન્ડા માટે કર્યો છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત નિરાશ છે કે ઓઆઇસીએ ફરી એકવાર પાકિસ્તાનને તેના સંકુચિત અને કટ્ટરપંથી એજન્ડા માટે સંગઠનનો દુરુપયોગ કરવાની મંજૂરી આપી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓઆઇસીને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે. રાજકીય હેતુઓ માટે ફેલાવવામાં આવતી ખોટી માહિતી આ વાસ્તવિકતાને બદલી શકતી નથી.” ભારતે જણાવ્યું હતું કે કલમ ૩૭૦ રદ થયા પછીના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ જાવા મળી છે. માળખાગત સુવિધાઓ, પર્યટન અને કનેક્ટિવિટી વિકાસથી ત્યાંના લોકોને સીધો ફાયદો થયો છે.
ભારતે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં ત્યાં નાગરિક પ્રદર્શનકારીઓ સામે હિંસા, દમન અને ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો. “આ સમયગાળા દરમિયાન, મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મીડિયા પર પ્રતિબંધો હોવા છતાં, ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનો છુપાવવામાં આવ્યા નથી,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત ફક્ત બે મુદ્દાઓ બાકી છે. પ્રથમ, પાકિસ્તાને ગેરકાયદેસર અને બળજબરીથી કબજે કરેલા પ્રદેશો ખાલી કરવા જાઈએ. બીજું, તેણે સરહદ પાર આતંકવાદ માટે સતત સમર્થન બંધ કરવું જાઈએ.
આ નિવેદનમાં ઓઆઇસી ઠરાવોમાં ભારત પ્રત્યેના અન્ય કથિત બનાવટી અને પ્રતિકૂળ સંદર્ભોને પણ નકારી કાઢવામાં આવ્યા છે, ખાસ કરીને ઇસ્લામોફોબિયાના આરોપો. ભારતે જણાવ્યું હતું કે આ આરોપો પાકિસ્તાન દ્વારા પોતાના દેશમાં લઘુમતીઓ પરના અત્યાચાર, સાંપ્રદાયિક હિંસા, શાસન નિષ્ફળતાઓ અને રાજકીય અÂસ્થરતા પરથી આંતરરાષ્ટÙીય ધ્યાન હટાવવાનો એક ભયાવહ પ્રયાસ છે.
ભારતે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા દૂષિત પ્રચાર અને કથાને ઓઆઇસી દ્વારા વારંવાર સમર્થન આપવાથી સંસ્થાની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.” તેણે આશા વ્યક્ત કરી હતી કે ઓઆઇસી સભ્ય દેશો સંસ્થાની કામગીરી સુધારવા માટે પગલાં લેશે.







































