મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના નલ સે જલ કૌભાંડની તપાસમાં વડોદરા સીઆઇડી ક્રાઈમે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.સીઆઇડી ક્રાઈમે યોજનામાં તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ તરીકે ફરજ બજાવતા દશરથ કુમાર પરમારની ધરપકડ કરી છે. આ નવી ધરપકડ સાથે સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા ૫૩ થઈ ગઈ છે. કૌભાંડની તપાસ આગળ વધતાં સરકારી કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટરો અને કેટલાક સરપંચોની સંડોવણી પણ સામે આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાના અમલીકરણ દરમિયાન કથિત ગેરરીતિઓ સામે આવી હતી. આ મામલે તત્કાલીન વાસ્મો યુનિટ મેનેજર સહિતના કેટલાક કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ સમગ્ર મામલાની તપાસ વડોદરા સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ કથિત કૌભાંડ સાથે જાડાયેલા દસ્તાવેજા અને અન્ય વિગતોના આધારે તપાસ આગળ વધારી હતી.સીઆઇડી ક્રાઈમની તપાસ આગળ વધતાં કેસમાં માત્ર સરકારી કર્મચારીઓ પૂરતો મામલો સીમિત ન રહ્યો. તપાસમાં કેટલાક કોન્ટ્રાક્ટરો અને સરપંચોની સંડોવણી પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ આધારે અગાઉ પણ કથિત કૌભાંડ સાથે સંકળાયેલા કેટલાક કોન્ટ્રાક્ટરો અને સરપંચોની ધરપકડ કરવામાં આવી હતી. હવે તપાસમાં વધુ એક સરકારી કર્મચારીનું નામ સામે આવતાં દશરથ પરમારની ધરપકડ કરવામાં આવી છે.
સીઆઇડી ક્રાઈમે તાજેતરમાં નલ સે જલ યોજનામાં તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ તરીકે ફરજ બજાવતા દશરથ કુમાર પરમારની ધરપકડ કરી છે. તેમની ભૂમિકા અંગે સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કૌભાંડમાં તેમની સંડોવણી કયા સ્તરે હતી અને અન્ય આરોપીઓ સાથે તેમનો સંપર્ક અથવા ભૂમિકા શું હતી તે અંગે તપાસ દરમિયાન વધુ વિગતો બહાર આવી શકે છે.દશરથ પરમારની ધરપકડ સાથે મહીસાગરના નલ સે જલ કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૫૩ થઈ છે. આટલી મોટી સંખ્યામાં ધરપકડ થતાં હવે તપાસનો વ્યાપ પણ વધ્યો છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમ દ્વારા આ કેસમાં કથિત નાણાકીય ગેરરીતિ, કામગીરીમાં થયેલી ખામીઓ અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ વધુ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે.મહીસાગર નલ સે જલ કૌભાંડમાં હજુ તપાસ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ નામો સામે આવવાની શક્છેયતા છે.સીઆઇડી ક્રાઈમ દ્વારા અત્યાર સુધીની કાર્યવાહી અને તપાસના આધારે સમગ્ર કૌભાંડની કડી જાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં દશરથ પરમારની ધરપકડ બાદ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને કથિત કૌભાંડમાં અન્ય કોની સંડોવણી બહાર આવે છે તેના પર નજર રહેશે.