વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ રાજ્ય સન્માન, “ઓલી દરાજલી દોસ્તલિક” એનાયત કરવામાં આવ્યું. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે રવિવારે વડા પ્રધાન મોદીને આ સન્માન એનાયત કર્યું. જુલાઈ ૨૦૨૬ માં ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, “ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના બિન્ટાંગ આદિપૂર્ણા” પ્રાપ્ત થયા પછી, વિદેશોમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનોની સંખ્યા ૩૫ પર પહોંચી ગઈ છે.
ભારત અને ઉઝબેકિસ્તાન રવિવારે વેપાર અને રોકાણ, ડિજિટલ કનેકટીવિટી, સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાશ્કંદમાં ઉઝબેકના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને સહિયારા વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ કામ કરવા પર ભાર મૂક્યો.
વડાપ્રધાન મોદી ૨૯ થી ૩૦ ઓગસ્ટ સુધી ઉઝબેકિસ્તાનની બે દિવસીય રાજ્ય મુલાકાતે છે. આ મુલાકાત રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવના આમંત્રણ પર થઈ રહી છે. તાશ્કંદ પહોંચ્યા બાદ વડા પ્રધાનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી.
ક્રમ દેશ પીએમ મોદીને સન્માન વર્ષ મળ્યું
૧. સાઉદી અરેબિયા કિંગ અબ્દુલઅઝીઝ સશ ૨૦૧૬,૨. અફઘાનિસ્તાન સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન ૨૦૧૬,૩. પેલેસ્ટાઇન ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન ૨૦૧૮,૪. સંયુક્ત આરબ અમીરાત ઓર્ડર ઓફ ઝાયેદ ૨૦૧૯,૫. રશિયા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ‰ ધ એપોસ્ટલ ૨૦૧૯/૨૦૨૪,૬. માલદીવ ઓર્ડર ઓફ ધ ડિસ્ટીગ્વશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન ૨૦૧૯,૭. બહેરીન કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં ૨૦૧૯,૮. યુનાઇટેડ સ્ટેટ્સ લીજન ઓફ મેરિટ ૨૦૨૦,૯. ભૂટાન ઓર્ડર ઓફ ધ ગ્યાલ્પો ૨૦૨૧/૨૦૨૪,૧૦. ફીજી કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી ૨૦૨૩,૧૧. પાપુઆ ન્યુ ગિની ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ ૨૦૨૩,૧૨. પલાઉ અબાકલ એવોર્ડ ૨૦૨૩,૧૩. ઇજિપ્ત ઓર્ડર ઓફ ધ નાઇલ ૨૦૨૩,૧૪ ફ્રાન્સ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર ૨૦૨૩,૧૫ ગ્રીસ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર ૨૦૨૩,૧૬ ડોમિનિકા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર ૨૦૨૪,૧૭ નાઇજીરીયા ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર ૨૦૨૪,૧૮ ગુયાના ઓર્ડર ઓફ એક્સેલન્સ ૨૦૨૪,૧૯ બાર્બાડોસ ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ૨૦૨૪/૨૦૨૫,૨૦ કુવૈત ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર ૨૦૨૪,૨૧ મોરિશિયસ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડીયન ઓશન ૨૦૨૫,૨૨ શ્રીલંકા મિત્રા વિભૂષણાયા ૨૦૨૫,૨૩ સાયપ્રસ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ-૩ ૨૦૨૫,૨૪ ઘાના ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના ૨૦૨૫,૨૫ ત્રિનિદાદ અને ટોબેગો ઓર્ડર ઓફ ધ રિપબ્લીક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો ૨૦૨૫,૨૬ બ્રાઝિલ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ ૨૦૨૫,૨૭ નામિબિયા ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સીયન્ટ વેલવિટીશયા મિરાબિલિસ ૨૦૨૫,૨૮ ઇથોપિયા ગ્રેટ ઓનર માર્ક ઓફ ઇથોપિયા ૨૦૨૫,૨૯ ઓમાન ઓર્ડર ઓફ ઓમાન ૨૦૨૫,૩૦ ઇઝરાયલ મેડલ ઓફ ધ નેસેટ ૨૦૨૬,૩૧ સ્વીડન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર, કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ ૨૦૨૬,૩૨ નોર્વે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ ૨૦૨૬,૩૩ સ્લોવાકિયા ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ ૨૦૨૬,૩૪ સેશેલ્સ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન ૨૦૨૬,૩૫ ઇન્ડોનેશિયા બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા ૨૦૨૬,૩૬ ઉઝબેકિસ્તાન ઓર્ડર ઓફ ઓલી ડ્રાઝાલી દોસ્તલિક ૨૦૨૬






































