પૂર્વીય મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચિત્રકૂટમાં, મંદાકિની નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રી ડા. મોહન યાદવ શનિવારે મોડી રાત્રે રેવા પહોંચ્યા અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ રવિવારે સવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન કરવા ચિત્રકૂટ પહોંચ્યા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે સેમરવલ અને મંદાકિની નદીઓમાં પાણીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ચિત્રકૂટમાં પૂર આવ્યું છે. પાણી ઘણા ઘરોમાં ઘૂસી ગયું છે, જેનાથી લોકોના સામાનને નુકસાન થયું છે. વહીવટીતંત્રની સતર્કતાને કારણે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
તેમણે કહ્યું કે પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. વહીવટી અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિÂસ્થતિ પર સતત નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને ખોરાક, પીવાનું પાણી, તબીબી સંભાળ અને અન્ય આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો. રાહત અને બચાવ કામગીરીમાં કોઈ કમી ન રહેવી જાઈએ. રવિવારે, મુખ્યમંત્રીએ ચિત્રકૂટ વિકાસ સત્તામંડળના આશ્રયસ્થાનમાં પૂરગ્રસ્ત લોકો સાથે વાત કરી અને શક્યા તેટલી બધી સહાયનું વચન આપ્યું. તેમણે અસરગ્રસ્ત લોકોને કપડાં, ઘરવખરીનો સામાન અને અનાજનું વિતરણ પણ કર્યું.વહીવટી ટીમો વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચલાવી રહી છે. અત્યાર સુધીમાં, સેંકડો લોકોને રાહત કેન્દ્રોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. કેટલાકને હેલિકોપ્ટર દ્વારા અને અન્યને જરૂર મુજબ હોડી દ્વારા ખસેડવામાં આવ્યા હતા. મંદાકિની નદીના વધતા પાણીના કારણે ઘણા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે આશરે ૧૦ સ્થળોએ આશ્રયસ્થાનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેઓ રહેઠાણ, ખોરાક, સ્વચ્છ પીવાનું પાણી અને તબીબી સંભાળ પૂરી પાડી રહ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી પુરવઠો સમયસર પહોંચાડવા માટે નિર્દેશ આપ્યો.મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે જરૂર મુજબ બોટ, હેલિકોપ્ટર અને અન્ય બચાવ સંસાધનોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. બચાવ ટીમોને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શનિવારે રાત્રે રેવા પહોંચ્યા. અહીં તેમણે સર્કિટ હાઉસથી વીડિયો કોન્ફરન્સંગ દ્વારા રેવા અને સતનાના અધિકારીઓ પાસેથી વરસાદ, પાણી ભરાવા અને પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરી. તેમણે અસરગ્રસ્ત લોકો માટે ખોરાક, કપડાં અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો અને નુકસાનનો સર્વે કર્યો. રવિવારે સવારે ચિત્રકૂટ પહોંચ્યા બાદ, મુખ્યમંત્રીએ સ્થળ પર રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. વહીવટીતંત્રનું ધ્યાન પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા પર છે.







































