મણિપુરમાં હિંસાની બે અલગ અલગ ઘટનાઓએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નોની જિલ્લામાં સશ† જૂથના બે જૂથો વચ્ચે ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો અને છ અન્ય ઘાયલ થયા. દરમિયાન, થૌબાલ જિલ્લામાં એક તેલ પંપની અંદર ફેંકવામાં આવેલા ગ્રેનેડમાં વિસ્ફોટ થયો, જાકે કોઈ જાનહાનિ થઈ નથી.પોલીસના જણાવ્યા અનુસાર, નોની જિલ્લામાં ઝેલિયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટ-કેમસન અને ઝેલિયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટ-ઝેન્ચુઇના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું અને છ ઘાયલ થયા હતા. પોલીસે મૃતકની ઓળખ ૩૭ વર્ષીય જંગૈલિંગ ગોનમેઈ તરીકે કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી પાંચને ઇમ્ફાલના જવાહરલાલ નહેરુ ઇન્સ્ટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામની હાલત હાલમાં સ્થિર છે. અન્ય એક ઘાયલ વ્યક્તિને ઇમ્ફાલની એક ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શનિવારે સાંજે મણિપુરના થૌબાલ જિલ્લામાં એક અલગ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ તેલ પંપ પર ગ્રેનેડ ફેક્યો હતો. આરોપીઓ સાંજે ૬ઃ૩૦ વાગ્યાની આસપાસ એક કારમાં આવ્યા અને પરિસરમાં પાર્ક કરેલા ઓઇલ ટેન્કર પાસે ગ્રેનેડ ફેંક્્યો. વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ કોઈ ઈજા થઈ નથી.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ માટે તેલ પંપ અને નજીકના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલા પાછળ કોણ હતું અને તેનો હેતુ શું હતો.








































