મમતા બેનર્જીએ તેમના પક્ષમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે ઋતાબ્રત બેનર્જીની ગુપ્ત બેઠકમાં હાજરી આપનારાઓને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બધા તૃણમૂલ નેતાઓને આજે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
હાંકી કાઢવામાં આવેલા નેતાઓની યાદીઃ ફિરહાદ હકીમ (ધારાસભ્ય),અરૂપ રોય (ધારાસભ્ય),જાવેદ ખાન (ધારાસભ્ય),રથિન ઘોષ (ધારાસભ્ય),સબીના યાસ્મીન (ધારાસભ્ય),અરૂપ બિસ્વાસ (ધારાસભ્ય),બિપ્લબ મિત્રા (ધારાસભ્ય) છે
ખરેખર, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની કારમી હાર બાદ ટીએમસીમાં બળવો સતત વધી રહ્યો છે. પહેલા ધારાસભ્યો અને સાંસદોએ પાર્ટીના નેતૃત્વ સામે મોરચો ખોલ્યો હતો. ત્યારબાદ, એવું બહાર આવ્યું છે કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ૭૦ કાઉન્સીલરો ઋતાબ્રત બેનર્જી સાથે મળ્યા છે. મમતા બેનર્જીના નજીકના સહયોગી અને કોલકાતાના ભૂતપૂર્વ મેયર ફિરહાદ હકીમે પણ બેઠકમાં હાજરી આપી હતી. આ કાઉન્સીલરો ત્રણ અલગ અલગ જિલ્લાના છે, જેમાં ઓછામાં ઓછા ૫૦ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
થોડા દિવસો પહેલા, ફિરહાદ હકીમે રાજ્ય વિધાનસભામાં ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહા સાથે બંધ બારણે બેઠક કરી હતી. ફિરહાદ હકીમને મમતા બેનર્જીના વિશ્વાસુ સહાયક માનવામાં આવે છે. હકીમ ૨૦૧૮ માં કોલકાતાના મેયર બન્યા હતા અને થોડા અઠવાડિયા પહેલા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી, તેઓ અનેક વખત ઋતબ્રત બેનર્જી સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં, જ્યારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની મુલાકાત લીધી હતી, ત્યારે ફિરહાદ હકીમ તેમની સાથે સ્ટેજ પર જાવા મળ્યા હતા. ફિરહાદ હકીમે મમતા બેનર્જીની સરકારમાં અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે. તેઓ કોલકાતા પોર્ટ મતવિસ્તારના ટીએમસી ધારાસભ્ય છે.
ટીએમસી ત્રણ જૂથોમાં વિભાજીત થઈ ગઈ છે. એક જૂથમાં, ૮૦ માંથી ૬૦ ધારાસભ્યો ઋતબ્રત બેનર્જી
સાથે છે, જ્યારે બીજી તરફ, વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં ૨૮ બળવાખોર ટીએમસી સાંસદોમાંથી ૨૦ મમતા બેનર્જી છોડી ગયા છે.







































