વડીયા તાલુકાના તોરી સ્વામિનારાયણ મહિલા મંદિરે ત્રિદશાબ્દિ વાર્ષિક પાટોત્સવ તથા અધિક માસ પ્રસંગે ૩૦માં પાટોત્સવ નિમિત્તે પંચદિનાત્મક કથાનું આયોજન કરવામાં આવેલ. આ કથામૃતના વક્તા પદે રેખાબેન (નાના) ગુરુ સાંખ્યાયોગી લીલાબા અમરેલી વ્યાસાસને બિરાજી સંગીતના સથવારે પોતાની સુમધુર શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યું હતું. સાંખ્યાયોગી દયાબેન દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોથીયાત્રા મનસુખભાઈ ખૂંટના ઘરેથી શરૂ થઈ ધર્મેન્દ્રભાઈ પાનસુરીયાના ઘરેથી સ્વામિનારાયણ મંદિર થઈ કથા સ્થળે મહિલા મંદિરે બડીયા હનુમાન બેન્ડવાજા વગાડતા વગાડતા ધામધૂમથી પહોંચી હતી. આ કથાના મુખ્ય યજમાન અંબાબેન ખૂંટ, કથાના સહયજમાન લીલાબેન બાબુભાઈ પાનસુરીયા તથા ધ્વજા પાટોત્સવના યજમાન મંજુલાબેન હતા.






































