બગસરાના હામાપુર ગામે વાડીએથી દાહોદની પરિણીતા લાપતા બની
હતી.આ અંગે દાહોદના ફતેપુરા તાલુકાના ગડરા ગામના અને હાલ હામાપુર ગામે હરેશભાઈ આંબાભાઈ બોરડની વાડીએ રહેતા અતુલભાઈ સુરજીભાઈ પારગીએ (ઉ.વ. ૨૪) પોલીસમાં કરેલી જાહેરાત મુજબ, તેમના પત્ની સીમાબેન પારગી (ઉ.વ. ૨૧) કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયાં છે. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. ડી. વાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.