વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ અંતર્ગત ગાવડકા પ્રાથમિક શાળામાં શ્રમિક પરિવારના બાળકોને સ્કુલ બેગ અને સ્કૂલ શુઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નિયમિતતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના દાતાશ્રી મેહુલભાઈ દેસાઈ (હોન્ડા શો રૂમ) તથા બાંભલા સાહેબ (ઇર્હ્લં)ના સહયોગ બદલ આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમ આચાર્ય પિયુષભાઈ જોટાણીયા, સ્ટાફ અને સરપંચ બાલુભાઈ ટાંકની હાજરીમાં યોજાયો હતો.









































