લીલિયા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. NSS પ્રોગ્રામ ઓફિસર ડો. વિરાજબેન રાઠોડે વિદ્યાર્થીઓને NSSની સ્થાપના, “Not Me But You” સૂત્ર, ઉદ્દેશ્યો, પ્રતીકનું મહત્વ, ૧૨૦ કલાકની નિયમિત પ્રવૃત્તિઓ અને સાત દિવસીય વિશેષ શિબિર અંગે માહિતી આપી હતી. તેમણે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રક્તદાન, આરોગ્ય અને મતદાર જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ તેમજ ગ્રામ વિકાસ જેવી
પ્રવૃત્તિઓમાં જોડાવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજસેવાના કાર્યોમાં સક્રિય ભાગ લેવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.








































