પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL), લાઠી દ્વારા ‘ઉર્જા સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત શેખ પીપરીયાની પીએમશ્રી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ‘આજની જાગૃતિ, આવતીકાલની સુરક્ષા’ વિષય પર પોતાની કલા પ્રદર્શિત કરી હતી. કાર્યક્રમમાં PGVCL ના નાયબ ઈજનેર એલ.એમ. હિરપરા, અન્ય અધિકારીઓ અને શાળાના આચાર્ય-શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કંપની દ્વારા સ્પર્ધકોને જરૂરી તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવી હતી. નિર્ણાયક સમિતિ દ્વારા કૃતિઓનું મૂલ્યાંકન કરી લક્ષ્મીબેન કનેશને પ્રથમ, શાહેનુર પિરજાદાને દ્વિતીય અને ધ્રુવિબેન અગ્રાવતને
તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતાઓને અધિકારીઓના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.