ચોમાસાની સિઝનમાં જિલ્લામાં ઘણા પરપ્રાંતિયો રોજીરોટી માટે આવે છે, પરંતુ ક્યારેક તેમની સાથે ગોઝારી ઘટના બને છે. બગસરાના નાના મુંજીયાસર ગામે સર્પદંશથી પરપ્રાંતિય પરિણીતાનું મોત થયું હતું. આ અંગે મૂળ રાજસ્થાનના બાંસવાડાના હડમત ગામના પુંજાભાઇ રામુભાઇ ગરાસીયાએ જાહેર કર્યા મુજબ, તેમનાં પત્ની ભાવનાબેન પુંજાભાઇ ગરાસીયા વાડીમાં સુકાવેલાં કપડાં લેવા જતાં ચીકુડીના ઝાડ પાસેથી જમણા પગની પાણીએ સર્પદંશ દેતાં સારવાર અર્થે લઈ જવાયાં હતાં; જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એન. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.