સાવરકુંડલામાં વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે નગરપાલિકાના નવનિર્વાચિત પ્રમુખ નયનાબેન કાપડિયાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચાએ આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે નગરપાલિકાના દંડક અરવિંદભાઈ મેવાડાએ આગામી સમયમાં હાથ ધરાનાર વિકાસલક્ષી યોજનાઓની રૂપરેખા આપી હતી. નયનાબેન કાપડિયાએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ સમારોહમાં સંસ્થાના ઉપપ્રમુખ નૂતનબેન તન્ના, કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ટાંક, પક્ષના નેતા દિનેશભાઈ રાઠોડ, અગ્રણી અતુલભાઈ કાપડિયા, પરાગભાઇ તન્ના તેમજ કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પ્રતિમા શુક્લએ કર્યું હતું અને આભાર વિધિ ડો. કે.પી. વાળાએ આટોપી હતી.