અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા જયરાજભાઈ ધાખડાનું રાજુલામાં કાઠી સમાજ, બ્રહ્મસમાજ અને ભરવાડ સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધીરજભાઈ પુરોહિત, કાનાભાઈ ભરવાડ, કનુભાઈ ધાખડા, રાજેન્દ્રભાઈ ધાખડા, વનરાજભાઈ ધાખડા, ભરતભાઈ જાની, ભગીરથભાઈ કોટીલા, રણજીતભાઈ કોટીલા સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.







































