સુરતના ‘‘જમનાબા વિદ્યાર્થી ભવન’’ ઓડિટોરિયમ હોલમાં ટીંબી સ્થિત નિર્દોષાનંદજી હોસ્પિટલની સહયોગી સંસ્થા “રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો” દ્વારા ‘સેવા સિધ્ધિ અને ચિરંતન’ શીર્ષક હેઠળ એવોર્ડ વિતરણ અને પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરા અને ટ્રસ્ટી તુષારભાઈ વિરડીયા (ઝ્રછ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરત રોટરી પ્રેસિડેન્ટ રવિભાઈ સવાણી અને ઝ્ર.હ્લ. ચેરપર્સન ઘનશ્યામભાઈ ખૂંટ દ્વારા બંને ટ્રસ્ટીઓનું સન્માનપત્ર અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટી રાજપરાએ પોતાના વક્તવ્યમાં રોટરી ટીંબી સેવા ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને નિર્દોષાનંદજી હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક આરોગ્યલક્ષી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.










































