ઘન કચરા વ્યવસ્થાપનના નવા નિયમો ૨૦૨૬ અને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અંતર્ગત કોડીનારમાં નગરપાલિકા ખાતે પદાધિકારીઓ, સફાઈ કામદારો અને શહેરીજનો માટે યોજાયો એક દિવસીય ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ (જીજીદ્ભ) પોર્ટલ પર ડિજિટલ મોનિટરિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ અપાયું હતું. પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ (ભાવનગર ઝોન)ના માર્ગદર્શન હેઠળ આ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.










































