માયાનગરી મુંબઈના ગ્લેમર જગતની પાછળ છુપાયેલા એક અત્યંત કાળા અને ચોંકાવનારા સત્યનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગિરગામ વિસ્તારની એક લક્ઝુરિયસ હોટેલમાં સત્તાવાર રેડ પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી બે યુવા અભિનેત્રીઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી લેવામાં આવી છે.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ ૪ ને એક અત્યંત વિશ્વસનીય અને ગુપ્ત માહિતી મળી હતી કે ગિરગામની એક પ્રતિષ્ઠિત અને જાણીતી હોટેલમાં બોલિવૂડ અને પ્રાદેશિક સિનેમા જગત સાથે સંકળાયેલા લોકોનું એક મોટું હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ સક્રિય રીતે ચાલી રહ્યું છે. આ ચોંકાવનારી બાતમીના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ખાસ ટીમે ઓપરેશનનું આયોજન કર્યું હતું.
આ રેકેટ ચલાવવા અને અભિનેત્રીઓના જિસ્મનો સોદો કરવાના આરોપમાં પોલીસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ એક જાણીતી મહિલા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટની રંગેહાથ ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ નેટવર્કમાં સિનેમા જગતના ચહેરાઓ સામેલ હોવાની વિગતો બહાર આવતાં જ આખા બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં ભારે સનસનાટી મચી ગઈ છે. અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસે આ સમગ્ર ઓપરેશન દરમિયાન કાયદાકીય જાગવાઈઓનું કડક પાલન કર્યું છે. આ ગેરકાયદેસર ધંધા પાછળ અન્ય કયા મોટા દલાલો કે ફિલ્મ પ્રોડક્શન સાથે જાડાયેલા તત્વો સામેલ છે તેની ઊંડી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ રેકેટના આર્થિક વ્યવહારોને લઈને અત્યંત આશ્ચર્યજનક ખુલાસાઓ સામે આવ્યા છે. મુંબઈ પોલીસની યુનિટ ૪ ની ટીમે બાતમી મળ્યા બાદ હોટેલમાં એક નકલી ગ્રાહક મોકલીને જાળ બિછાવી હતી. પકડાયેલી આરોપી મહિલા મેકઅપ આર્ટિસ્ટે એક ધનાઢ્ય ગ્રાહક સાથે બંને અભિનેત્રીઓ માટે કુલ ૨ લાખ રૂપિયાનો સોદો નક્કી કર્યો હતો.
આ ડીલ મુજબ, પ્રત્યેક અભિનેત્રી માટે એક રાતના ૧ લાખ રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો હતો. ગ્રાહકો પાસેથી આ મોટી રકમ વસૂલ્યા બાદ પોતાનું મોટું કમિશન કાપીને, આરોપી મહિલા બંને અભિનેત્રીઓને પોતાની કારમાં બેસાડીને ગિરગામની આ હોટેલમાં પહોંચાડી રહી હતી, જ્યાં અગાઉથી ગોઠવાયેલી પોલીસે તેને દબોચી લીધી હતી.
મુંબઈ પોલીસના વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાળા બજારમાંથી મુક્ત કરાવવામાં આવેલી યુવતીઓમાંથી એક લોકપ્રિય મરાઠી સિનેમાની અભિનેત્રી છે અને બીજી બંગાળી મૂળની કલાકાર છે. બંગાળી અભિનેત્રીએ અગાઉ કેટલીક બોલિવૂડ ફિલ્મો અને નાના પડદાના લોકપ્રિય ટીવી સીરિયલ્સમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવેલી છે. તપાસમાં બહાર આવ્યું છે કે રેસક્યું કરાયેલી મરાઠી અભિનેત્રી મૂળ મહારાષ્ટ્રના એક પછાત ગ્રામીણ વિસ્તારની વતની છે અને તે અભિનયના ક્ષેત્રમાં મોટું નામ કમાવવા અને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા માટે મુંબઈ આવી હતી.જા કે, લાંબા સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ નક્કર કામ ન મળવાને કારણે તેઓ ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહી હતી. તેમની આ મજબૂરી અને આર્થિક તંગીનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવીને, આરોપી મહિલા મેકઅપ આર્ટિસ્ટે તેમને ટૂંકા સમયમાં અઢળક પૈસા કમાવવાની મોટી લાલચ આપી હતી અને ધીમે-ધીમે વેશ્યાવૃત્તિના આ ગંદા અને કાળા ધંધામાં ધકેલી દીધી હતી. પોલીસે બંને પીડિત યુવતીઓને સરકારી સુધારા ગૃહમાં મોકલી આપી છે અને આ રેકેટના તાર ફિલ્મ જગતના કયા કયા પ્રખ્યાત ચહેરાઓ સાથે જોડાયેલા છે તેની સઘન કાનૂની તપાસ હાથ ધરી છે.