કોડીનારમાં વૃધ્ધ મહિલાને પેન્શન ફોર્મ ભરાવી આપવાના બહાને વિશ્વાસમાં લઈને એક શખ્સે તેમની સોનાની બુટ્ટી ઠગી લીધી હતી.મહિલા સ્ટેટ બેંકમાંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે આરોપીએ તેમને જૂના બસ સ્ટેન્ડ નજીક લઈ જઈ ફોર્મ માટે સોનાની બુટ્ટી બતાવવાની જરૂર હોવાનું કહી બુટ્ટી લઈ ફરાર થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે સિંઘાજ ગામના રોહિત મસરીભાઈ કછોટને ઝડપી પાડી ચોરાયેલી સોનાની બુટ્ટી કબજે કરી છે.