શહેરના ભેંસત ખાડા વિસ્તારમાં પૂરના પાણી ૧૦૦ થી ૧૫૦ ઘરોમાં ભરાતા લોકોને સ્થળાંતર કરાવાયું હતું છ થી સાત ફૂટ જેટલું ઘરોમાં પાણી ભરાતા લોકોને નુકસાની પણ વેચવા પડી છે જોકે ભારે વરસાદને કારણે બપોર થી લોકો સજાગ થયા હતા અને પોતાની ઘરવખરી સુરક્ષિત સ્થાને ખસેડી અથવા માળિયા ઉપર ચડાવી દીધી હતી તેમ છતાં લોકોને ઇલેક્ટ્રોનિક સામાન કપડા તેમજ અન્ય ઘરવખરીમાં નુકસાન થયું હોવાની ફરિયાદ છે.
સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ લોકોને ચેતવવામાં આવ્યા અને સ્થળાંતરિત લોકોની નજીકની ધીમ્મર સમાજની વાડીમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી હજુ પણ આ વિસ્તારમાં પાણી છે કારણ દરિયામાં ભરતી છે દરિયાની ભરતી ઉતારતા પાણી ઉતરવા માંડશે જોકે આજે પણ નવસારી જીલ્લો રેડ એલર્ટ પર હોવાથી લોકોમાં ચિંતા છે રેડ એલર્ટ અને નદીની સપાટી ને જોતા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર પણ સતર્ક સ્થિતિમાં છે હવે મેઘરાજા ખમૈયા કરે છે કે આવીરત વરસે છે એ જોવું રહ્યું.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલો મોડી રાત સુધી અવિરત વરસી રહ્યો છે. રાતે ૧૦ વાગ્યા સુધીમાં નવસારીમાં સાડા પંદર ઈંચ વરસાદ વરસતા નવસારી જળમગ્ન બન્યું છે. બીજી તરફ પૂર્ણા નદીમાં જળસ્તર વધીને ૨૭ ફૂટે પહોંચતા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં સાથે જ શહેરની ખાડી પણ ઉભરાઈ જતા શહેરના અનેક વિસ્તારોમાં કમર સમા પાણી ભરાયા હતા. જેમાં નેશનલ હાઈવેને અડીને આવેલા ગ્રીડથી કાલિયાવાડી સુધીના માર્ગ ઉપર પણ કમર સમા પાણી ભરતા હજારો લોકો શહેરમાં આવવા અને કાલિયાવાડીથી ગ્રીડ તરફ જતા અટવાયા હતા.
લોકો ડીવાઈડરના સહારે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા હતા. જેમાં અનેક વાહન ચાલકોએ હિંમત કરી પાણીમાં કાર હંકારતા કાર રસ્તામાં બંધ થઈ હતી. જેને બહાર કાઢવા માટે સ્થાનિક યુવાનો અને ટ્રેક્ટર ચાલકોએ મદદ કરી હતી. જોકે સુરતમાં પણ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર વરોધાતા અનેક લોકો સુરતથી પલસાણા હાઈવે થઈને નવસારીના ગ્રીડ નજીક પહોંચ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રથી આવતા લોકો પણ બારડોલીથી બસ મારફતે નવસારી તો પહોંચ્યા પણ તેમને નવસારી શહેરમાં આવતા નવા નેજા પાણી આવી ગયા હતા.
નવસારી જિલ્લામાં મંગળવારે મુશળધાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતા મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને પડતી મુશ્કેલીના નિવારણ માટે બે ઈમરજન્સી નંબર જાહેર કરી કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. પરંતુ શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ હેઠળ મુખ્ય ચાર રસ્તા અને ત્રણ રસ્તાઓ ઉપર લગાવવામાં આવેલા ૩૬૦ ડિગ્રીએ ફરતા સીસીટીવી કેમેરાઓનું ઍક્સેસ મેળવી મહાનગર પાલિકા કચેરીના કોન્ફરન્સ રૂમમાં કમિશનર જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ડિજિટલ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. જેમાં નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ૯ મુખ્ય સ્થળોના સીસીટીવી ફૂટેજ તેમજ મહાનગર પાલિકાએ પૂર્ણા નદીના જળસ્તર ચકાસવા હાઇડફિનેશનના નાઇટ વિઝન કેમેરા લગાવવા સાથે ત્રણ ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવી કુલ ૧૧ cctv કેમેરાના નેટવર્ક સાથે શહેરમાં મોનીટરીંગ શરૂ કર્યું છે.
શહેરમાં પાણી ભરવાના આ સ્થળોએ પાણી ભરવાની સાથે જ મહાપાલિકા દ્વારા જેતે વોર્ડની કવીક રિસ્પોન્સ ટીમને ત્યાં મોકલી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ નદીની સપાટી ઉપર નજર રહેતા અગાઉથી પૂરની સ્થિતિ સમજી વ્યવસ્થા ગોઠવી શકશે. હાલ શહેરના ૧૧ cctv કેમેરા ડિજિટલ કંટ્રોલ રૂમમાં સમાવાયા છે. પરંતુ આગળના દિવસોમાં વધુ કેમેરા જાડી શહેરના મોટાભાગના વિસ્તારોને આવરી લેવામાં આવશે.નવસારીમાં મંગળવારે સાંબેલાધાર વરસાદ પડ્યો છે. નવસારી તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ વરસાદ ખાબકતા, હેર જળબંબાકાર થયું હતું. રાત્રિ દરમિયાન પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થતાં જળસપાટી ૨૭ ફૂટે પહોંચી હતી. આકાશી આફત અને નદીમાં પૂરની સ્થિતિથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. નવસારીના ગધેવાન મહોલ્લો, ક્મેલા દરવાજા, ભેંસત ખાડા, કાશીવાડી, શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાત્રિ દરમિયાન શહેરમાં ૧૭૭૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું. સ્થળાંતરિત લોકોને નજીકના આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા. નવસારીમાં આજે પણ રેડ એલર્ટની આગાહી કરાઈ છે. ઓરેન્જ એલર્ટને લઈ નવસારી જિલ્લા અને મહાપાલિકા તંત્ર સજ્જ.
નવસારીમાં આજે સવારે ૬ વાગ્યે પુરા થતા ૨૪ કલાકના વરસાદી આંકડા જોઇએ તો નવસારી: ૩૮૮ મિમી (૧૬.૧૬ ઈંચ),જલાલપોર: ૨૮૦ મિમી (૧૧.૬૬ ઈંચ),ગણદેવી: ૧૯૬ મિમી (૮.૧૬ ઈંચ),ચીખલી: ૧૮૭ મિમી (૭.૭૯ ઈંચ),ખેરગામ: ૧૩૫ મિમી (૫.૬૨ ઈંચ),વાંસદા: ૧૪૪ મિમી (૬ ઈંચ),જિલ્લાની નદીઓની સપાટી,પૂર્ણા: ૨૫ ફૂટ (ભયજનક ૨૩ ફૂટ),અંબિકા: ૨૩ ફૂટ (ભયજનક ૨૮ ફૂટ),કાવેરી: ૧૪ ફૂટ (ભયજનક ૧૯ ફૂટ)






































