ભારતીય ટીમ હવે આઇસીસી રેન્કિંગમાં પણ નુકસાનનો સામનો કરી રહી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ ચારમાંથી ત્રણ મેચ હારી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે.આઇસીસી રેન્કિંગમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનું અંતર હવે નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. જો ટીમ ઇન્ડિયા વધુ મેચ હારી જાય છે, તો તેનું રેન્કિંગ પણ ઘટી શકે છે.
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા તેની પહેલી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતવા માટે ઉત્સુક છે. જ્યારે ટીમ ઇન્ડિયા આયર્લેન્ડ પહોંચી ત્યારે શ્રેણી જીતવાની અપેક્ષાઓ ખૂબ જ વધારે હતી. જાકે, ભારતીય ટીમને પહેલી જ મેચમાં ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ શ્રેણીની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી વાર, ટીમ ઇન્ડિયા એક પણ મેચ જીત્યા વિના આયર્લેન્ડ છોડીને ગઈ હતી. ત્યારબાદ, ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થયો. આ શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, અને ટીમ ઇન્ડિયા બીજી મેચ ચાર વિકેટથી હારી ગઈ હતી.
જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણી શરૂ થવાની હતી, ત્યારે ભારતીય ટીમ આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં ૨૭૨મા ક્રમે હતી, જ્યારે ઇંગ્લેન્ડનું રેટિંગ ૨૬૨ હતું. પરંતુ આજની તારીખે, ભારતનું રેટિંગ ઘટીને ૨૭૧ થઈ ગયું છે, જ્યારે ઇંગ્લેન્ડનું રેટિંગ ૨૬૨ થી વધીને ૨૬૪ થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો રેટિંગ તફાવત, જે પહેલા ૧૦ પોઇન્ટ હતો, તે હવે ફક્ત સાત થઈ ગયો છે.
શ્રેણીમાં હજુ ત્રણ મેચ બાકી છે. ટીમ ઇન્ડિયા બીજી શ્રેણી હારનો સામનો કરી રહી છે, પરંતુ તેમની રેન્કિંગમાં ઘટાડો થવાનો ભય પણ છે. જા ટીમ ઇન્ડિયા બીજી મેચ હારે છે અને ઇંગ્લેન્ડ જીતે છે, તો આ રેટિંગ તફાવત વધુ ઘટશે, જેનાથી ટીમ ઇન્ડિયાની શ્રેણી જીતવાની શક્યતાઓ વધુ ઘટી જશે.