આઇસીસી મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની ફાઇનલમાં, ઇંગ્લેન્ડની સ્ટાર ઓપનર ડેની વ્યાટ-હોજે એક એવો રેકોર્ડ બનાવ્યો જે અગાઉ ટી ૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કર્યો ન હતો. તેણીએ ઓસ્ટ્રેલિયા સામેની ટાઇટલ મેચમાં ૩૦૦ રનનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો.
ફાઇનલ પહેલા, ડેની વ્યાટ-હોજને આ વર્લ્ડ કપમાં ૩૦૦ રન સુધી પહોંચવા માટે ફક્ત છ રનની જરૂર હતી. તેણીએ ઇંગ્લેન્ડની ઇનિંગ્સના ચોથા ઓવરના પહેલા બોલ પર છઠ્ઠા રન સાથે આ સીમાચિહ્ન હાંસલ કર્યું, જે મહિલા ટી ૨૦ કપના એક જ આવૃત્તિમાં ૩૦૦ રન બનાવનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વ્યાટ-હોજનું બેટ પૂરજાશમાં હતું. તેણીએ શ્રીલંકા સામેની શરૂઆતની મેચમાં અણનમ સદી ફટકારી. ત્યારબાદ તેણીએ વેસ્ટ ઇન્ડીઝ સામે ૬૫ રનની શાનદાર ઇનિંગ અને ૨૦૨૪ ચેÂમ્પયન ન્યુઝીલેન્ડ સામે અણનમ ૮૯ રનની ઇનિંગ સાથે ઇંગ્લેન્ડને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જાકે, ફાઇનલમાં તેણી ફક્ત આઠ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જેને ઓસ્ટ્રેલિયન બોલર એનાબેલ સધરલેન્ડે આઉટ કરી હતી.
ડેની વ્યાટ-હોજ હવે આઇસીસી મહિલા ટી ૨૦ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. અગાઉ, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીના નામે હતો, જેમણે ૨૦૨૦ વર્લ્ડ કપમાં છ મેચમાં ૨૫૯ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કેપ્ટન મેગ લેનિંગ આ યાદીમાં ત્રીજા ક્રમે છે, જેમણે ૨૦૧૪ ની આવૃત્તિમાં ૨૫૭ રન બનાવ્યા હતા.
મહિલા ટી ૨૦ વર્લ્ડ કપના એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન
ડેની વ્યાટ-હોજ (ઇંગ્લેન્ડ) – ૩૦૦ (૨૦૨૬)
બેથ મૂની (ઓસ્ટ્રેલિયા) – ૨૫૯ (૨૦૨૦)
મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) – ૨૫૭ (૨૦૧૪)
ફાઇનલમાં ડેની વ્યાટ-હોજ સસ્તામાં આઉટ થઈ ગઈ હોવા છતાં, ઇંગ્લિશ કેપ્ટન નેટ સાયવર બ્રન્ટે અણનમ અડધી સદી ફટકારીને તેની ટીમને ૧૫૦ રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ઇંગ્લિશ કેપ્ટને ૫૮ રન બનાવ્યા. દરમિયાન, ફ્રેયા કેમ્પ ૨૮ બોલમાં ૪૪ રન બનાવી અણનમ રહી, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા.