ચલાલા ખાતે સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ ધર્મ, માનવતા અને સેવાભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સેવાકીય કાર્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગૌમાતાની સેવા, જનસેવા, ખેતીલક્ષી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, ધાર્મિક પ્રવૃત્તિઓ અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા જેવી વિવિધ સેવાકીય યોજનાઓ હાથ ધરવામાં આવશે.







































