ખાંભામાં વાડી ખેતરની લાઈટ શરૂ કરવાનું કહી ધારીયું લઈ મારવા દોડી જામથી મારવાની ધમકી આપી હતી. તેમજ તું આદિવાસી છે કહી ગાળો પણ હતી. બનાવ અંગે મૂળ અરવલ્લીના મેઘરજ તાલુકાના જામગઢના અને હાલ ખાંભામાં રહેતા તેમજ પીજીવીસીએલમાં નોકરી કરતા સુભાષભાઈ વસંતભાઈ ડામોર (ઉ.વ.૩૫)એ ખાંભાના કોટડા ગામના રામકુભાઈ ઘુસાભાઈ ખાડક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે તેઓ આરોપીની વાડી ખેતરના રસ્તા પાસે ૧૧ દ્ભફ લાઈનનું રિપેરિંગ કામ કરવા જતા હતા. તે દરમ્યાન આરોપીએ તેને અટકાવી તેના વાડી ખેતરની લાઈટ શરૂ કરવાનું કહી ત્યાં જ ઊભો રહેજે તું આદિવાસી છો કહી જેમ ફાવે તેમ બિભત્સ ભાષામા ગાળો આપી શરીરે આડેધડ ઢીકાપાટુ વડે મુંઢ માર માર્યો હતો. તેમજ ડાબા ખંભાના ભાગે પ્લાસ્ટિકના પાઇપથી એક ઘા મારી ધારીયું લઈ મારવા દોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી આર રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.