સાવરકુંડલા તાલુકા ખરીદ-વેચાણ સંઘના નૂતન ગોડાઉન અને ઓફિસની ઇફકો તથા એન.સી.યુ.આઈ.ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સહકાર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દિલીપભાઈ સંઘાણીના આગમનથી સંઘના હોદ્દેદારો અને સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
મુલાકાત દરમિયાન સંઘના મેનેજર રાજુભાઈ માલાણી અને સતિષભાઈ મહેતાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંઘની નવી ઓફિસ અને ગોડાઉનની સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોને અપાતી વિવિધ સેવાઓ તેમજ સહકારી ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો અને સભ્યોએ દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનને સહકારી ચળવળ માટે પ્રેરણારૂપ ગણાવી સહકાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી








































