રાજુલાના કડીયાળી ખાતેના ૬૬ કેવીમાં પાણી ઘૂસી જતા છેલ્લા બે દિવસથી દરિયાકાંઠાના ભેરાય, રામપરા, પીપાવાવ, ઝોલાપુર, નિંગાળા, કડીયાળી, કથીવદર, વિસળીયા ગામોનો વીજ પુરવઠો ખોરવાયો છે. અહીં ચોમાસા દરમિયાન તેમજ ગમે ત્યારે થોડા વરસાદમાં પણ પાણી ઘૂસવાના બનાવ અવારનવાર બને છે. આ અંગેની અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી. આ અંગે તાકીદના પગલાં લઈને ૬૬ કેવી સબ સ્ટેશનને ઊંચું બનાવવામાં આવે તેવી લોક માંગ છે.







































