નોટિંગહામમાં ત્રીજી ટી ૨૦ માં ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ સ્વપ્નથી ઓછી નહોતી. ૨૦૨ રનના લક્ષ્યનો પીછો કરતા, ભારતીય ટીમે પ્રથમ પાંચ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી દીધી, જેનાથી ટી ૨૦ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ બન્યો જે પહેલાં ક્યારેય બન્યો ન હતો.
ટોસ જીત્યા પછી, ભારતીય કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની શાનદાર અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૦૧ રન બનાવ્યા. જવાબમાં, ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ, અને પાંચ બેટ્‌સમેન પ્રથમ પાંચ ઓવરમાં ૫૨ રનમાં આઉટ થઈ ગયા. આનાથી ટીમ ઈÂન્ડયા માટે શરમજનક રેકોર્ડ બન્યો.
ટી૨૦ ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારતે પાવરપ્લેમાં પોતાની પહેલી પાંચ વિકેટ ગુમાવી છે. અગાઉ, ભારતે ૧૩ વખત પ્રથમ છ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી હતી, જેમાંથી બે આ વર્ષે બની હતી. આ વર્ષે વાનખેડે સ્ટેડિયમ ખાતે યુએસએ સામે ટી ૨૦ વર્લ્ડ કપ મેચ અને તાજેતરમાં આયર્લેન્ડ સામેની બીજી ટી ૨૦ મેચ. પરંતુ છ ઓવરમાં પાંચ વિકેટ પડી જવાનો આ પહેલો બનાવ છે.
અગાઉ, ઇંગ્લેન્ડ ભારતીય બોલરોને હાર આપીને ૨૦૦ થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું. ફિલ સોલ્ટે ૪૪ બોલમાં ૭૦ રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. જાસ બટલરે ૨૧ બોલમાં ૩૬ રનની ઝડપી ઇનિંગ રમી. ત્યારબાદ ઓલરાઉન્ડર સેમ કુરનએ ૨૪ બોલમાં અણનમ ૪૧ રન બનાવીને ટીમને ૨૦૦ રનથી વધુ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
હર્ષિત રાણાએ ૪ ઓવરમાં ૪૦ રન આપીને ૨ વિકેટ લીધી, જ્યારે પ્રિન્સ યાદવે ૩૦ રન આપીને ૨ મહત્વપૂર્ણ વિકેટ લીધી. બંનેએ વચ્ચેની ઓવરમાં ઇંગ્લેન્ડના રન રેટને અમુક હદ સુધી કાબૂમાં રાખવામાં સફળતા મેળવી. જાકે, અનુભવી Âસ્પનરો અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી ખર્ચાળ સાબિત થયા. અક્ષરે તેની ચાર ઓવરમાં ૪૯ રન આપીને એક વિકેટ લીધી, જ્યારે વરુણ તેની ત્રણ ઓવરમાં ૩૫ રન આપીને વિકેટવિહીન રહ્યો.