અમરેલી એલ.સી.બી. પોલીસે ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા ૨૩ વર્ષીય લિસ્ટેડ આરોપી રોહિતભાઈ મહેશભાઈ ચૌહાણને બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે જૂનાગઢથી ઝડપી પાડ્‌યો છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસે તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધારી પોલીસને સોંપ્યો છે.