સાવરકુંડલા શહેરમાં સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સાંજે ૬ઃ૩૦ થી ૮ઃ૩૦ સુધીના માત્ર બે કલાકમાં જ અંદાજે ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.








































