દેશભરમાં ચાલી રહેલા “એક પેડ માં કે નામ’’ અભિયાનને વધુ વેગ આપવા તેમજ પર્યાવરણનું જતન અને ખેડુતોની આવકમાં વધારો થાય તે હેતુથી કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (ઝ્રછઇડ્ઢ) દ્વારા અમરેલી જિલ્લામાં નવી પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લાના ૧૦૦ ખેડુતોને પ્રતિ ખેડૂત ૧૦૦ કેસર આંબાની કલમો વિનામૂલ્યે આપવામાં આવશે. આ રીતે કુલ ૧૦ હજાર કલમોનું વિતરણ કરાશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડુતોને બાગાયતી ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં વધારાની આવક મેળવી શકે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડુતોએ અરજી સાથે જરૂરી દસ્તાવેજો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે જમા કરાવવાના રહેશે. અરજીઓ પહેલા આવો પહેલા મેળવોના ધોરણે સ્વીકારવામાં આવશે.