રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લા ખોડલધામ સમાધાન પંચના નવા અધ્યક્ષ તરીકે સુરેશભાઈ દેસાઈની વરણી કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે તેમના નામની સત્તાવાર જાહેરાત કરતાં ઉપસ્થિત ટ્રસ્ટના સદસ્યો અને આગેવાનોએ હર્ષ વ્યક્ત કર્યો હતો. સુરેશભાઈ દેસાઈને આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા સમાજના વિવિધ વર્ગોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે ઝોન અધ્યક્ષ બાવકુંભાઈ ઉંધાડ, ગુજરાત ખોડલધામ સંગઠ્ઠનના મંત્રી ગોપાલભાઈ રૂપાપરા, ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, બકુલભાઈ સોરઠીયા, અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર રમેશભાઈ કાથરોટીયા, ટ્રસ્ટી દેવચંદભાઈ કપોપરા અને મનિષભાઈ માંગરોળીયા, સરલાબેન ગજેરા, કાળુભાઈ સુહાગીયા, અશોકભાઈ ભાદાણી, દયાળભાઈ સંઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા અધ્યક્ષને અભિનંદન પાઠવી તેમની સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વર્ષો સુધી અમરેલી જિલ્લા ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ તરીકે સેવા આપનાર પૂર્વ અધ્યક્ષ મનુભાઈ દેસાઈએ પણ સુરેશભાઈ દેસાઈને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવા અધ્યક્ષ સમાજમાં સમાધાન, એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરશે.










































