અમરેલી જીલ્લા મ.સ. બેંક લી. નાં ડિરેકટર સંગીતાબેન નલીનભાઇ જોષી, તેમનાં કાકા નરેશભાઈ, કાકી જયોત્સનાબેન સાથે તાજેતરમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨)ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સહભાગી થવા તેમણે તેમના માતા સ્વ. મંજુલાબેન નલિનભાઈ જોષીની સ્મૃતિમાં સવા લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કરેલ. આ તકે તેઓનું ટ્રસ્ટી બી.એલ.રાજપરા, ટ્રસ્ટી પરેશભાઈ ડોડીયા અને ટ્રસ્ટી લવજીભાઈ નાકરાણી દ્વારા બ્ર.૫.પૂ. સદ્‌ગુરુદેવ લિખિત પુસ્તક ‘જીજ્ઞાસુ પિયુષ’ અને શાલ અર્પણ કરી સન્માનિત ક૨વામાં આવેલ. અગાઉ પણ સ્વ. મંજુલાબેન દ્વારા અનુદાન પ્રાપ્ત થયેલ છે.