કલાપી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષિત રાખવાના હેતુથી વિશેષ સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પી.આઈ. એમ.બી. ઐસુરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી, સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ, અજાણી લિંક્સ પર ક્લિક કરવાના જોખમો તેમજ ઓનલાઈન ગેમિંગ અને અન્ય માધ્યમો દ્વારા થતા સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેની સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓના વિવિધ કિસ્સાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અથવા સાયબર હેલ્પલાઈનનો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.








































