બગસરા એસટી નિગમમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહેલા મેરામભાઈ હાથીભાઈ વાળાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. તેઓ હાલમાં એસટી ડેપોમાં ટીસી (ટ્રાફિક કંટ્રોલર) તરીકે કાર્યરત હતા અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાથી કર્મચારીઓ તરફથી તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જેમાં કંડક્ટર જનકભાઈ વાળા તેમજ ડ્રાઈવર સલીમભાઈ મેર દ્વારા નિવૃત્ત થઈ રહેલા મેરામભાઈને વિશેષ ગિફ્‌ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ સાથી મિત્રોએ તેમના નિવૃત્તિ પછીનું ભવિષ્યનું જીવન ખૂબ જ સુખ, શાંતિ અને તંદુરસ્તીમય રહે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી.