ચલાલા સ્થિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી એજ્યુકેશન ગ્રુપના ‘હરિબા કેમ્પસ’ ખાતે રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ડા. રતિદાદા, મહાવીરબાપુ, ઉદયબાપુ, મહેશભાઈ મહેતા અને નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડા. રતિદાદાએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા, જ્યારે મહેશભાઈ મહેતાએ શિક્ષણને સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણનો પાયો ગણાવી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. અંતમાં કેમ્પસ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શીતલબેન મહેતા અને ગાયત્રી એજ્યુકેશનના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.