મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સંચાલક મંડળની તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં સર્વાનુમતે ડા. ધર્મિષ્ઠાબેન નિરવભાઈ દવે, મેનેજિંગ ટ્રસ્ટી, સ્વામી વિવેકાનંદ કોલેજ, પાલીતાણાની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આત્મનિર્ભર કોલેજ સંચાલક મંડળના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા શિક્ષણવિદને આ જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે તેમના લાંબા અનુભવ, દૃઢ
નેતૃત્વ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબધ્ધતાને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરવામાં આવી હતી. તેમની વરણીને શિક્ષણજગતમાં આવકાર મળ્યો છે. મંડળના હોદ્દેદારો, સભ્યો, વિવિધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકો, આચાર્યો અને શિક્ષણવિદોએ તેમને અભિનંદન પાઠવી સફળ કાર્યકાળ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.